HC One

simple promise

ચિત્તભ્રમની સંભાળ

ચિત્તભ્રમની સંભાળમાં પરિવર્તન થઈ રહ્યું છે, અને HC-One ખાતે અમે તે પરિવર્તનમાં અગ્રેસર થવા માંગીએ છીએ. અમારી નિષ્ણાત ચિત્તભ્રમ સંભાળ સુવિધાનું, ખાસ કરીને સ્મૃતિ-લોપ સાથે જીવતી વ્યક્તિઓને આરામ અને સુપરિચિતતા મળે તે સુનિશ્ચિત કરવા સુયોજન કરાયું છે.

અમે જે સંભાળ પૂરી પાડીએ તે માત્ર શક્ય એટલી સ્નેહભરી હોય એટલું જ નહીં, પરંતુ તે નક્કર, વ્યાવસાયિક જ્ઞાનના આધરે પણ અપાય તે સુનિશ્ચિત કરવા અમારા સ્ટાફને શિક્ષણ અને વિકાસની સતત તકો પૂરી પડાય છે.

અમે એમ પણ માનીએ છીએ કે અમારા દરેક નિવાસી અદ્વિતીય, ખાસ અને યોગ્ય વ્યક્તિ છે, અને અમારાં તમામ ગૃહોનાં કેન્દ્રસ્થાને પાકૃતિક સ્વભાવ જોવા મળી શકે છે.

સંભાળને વૈયક્તિકૃત કરાઈ છે અને તે વ્યક્તિના જીવન-વૃત્તાંત પર આધારિત છે, જેમાં તેમના પરિવારોને પણ સામેલ કરાય છે અને શક્તિવાન બનાવાય છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે, નિવાસીની નબળાઈઓ અથવા અસમર્થતાઓ પર કેન્દ્રિત કરવાને બદલે, તેમના હાલના સાર્મથ્ય અને ક્ષમતા તેમની સંભાળનો આધાર બને.

‘એકલતા ભણી એક યાત્રા’ (‘A journey into loneliness’) એ HC-One ગૃહના એક નિવાસી, કેટ મેઇનના (Kate Mayne) પતિ, સિડ મેઇને (Syd Mayne) લખેલી એક હૃદય સ્પર્શી કથા છે. સિડ તેની 56 વર્ષની પત્ની કેટને કેવી રીતે મળ્યા, કુટુંબ તરીકે તેમનું સહિયારું જીવન, તથા કેટ અને તેઓ કેવી રીતે ચિત્તભ્રંશ સાથે જીવન જીવવાનું શીખ્યા તેની વાર્તા કહે છે.

આ સેવા પ્રસ્તુત કરનારા સંભાળ ગૃહો જુઓ